જાણે હું તો ખોવાઈ ગ્યો ,શું હામ આવશે?
ધ્યાનીનું મન, લય પામતાં જ ઠામ આવશે;
છે કેફિયત આંખોમાં,વાંચી છે ગહેરી અમે,
ક્યારેક ને ક્યારેક તો, એ જામ આવશે;
છોને વિસારે પાડવામાં , હોશિયાર હો,
હોંઠો ઉપર અંકિત થયેલું નામ આવશે;
રૂખસત તણો અંદાજ તો કે'વા પણું હતું,
મોઝીલુ મન હો ,દિલ્લગી ધુમધામ આવશે;
આનંદ છે સ્હેજે તમે, અંતર માં તો જુઓ ,
ત્યાગી રહો તત્પર જ , ત્યારે રામ આવશે;
-મોહનભાઈ આનંદ