અંજુમન ઈશ્કની જ્યાં,તન્હાઈ જ હાવી છે,
નૂરાની નિગાહે ત્યાં, તલબદારી નિભાવી છે;
ઉદાસી તો છે ખરેખર, તારી તરફદારી માં'ય,
વિરહી જિંદગી ત્યાં, અશ્રુની ભેટ લાવી છે;
છોડો દીધી હવે,આશા ઓ, સપનું સમજી ને,
સ્વાર્થને વશ પ્રેમની, વ્યાખ્યા હવે હટાવી છે;
હોય છે ક્યારેક મૂલ્ય ,અશ્રુઓ નું ધૂળમાં પણ,
દરિયા ના પેટમાં મોતી , પાકતી ભેટ ફગાવી છે;
વેદના સહેવી છે , તરફડી ને પણ ઘાયલ જીવને,
આનંદ ની સફર માં, દર્દ ને યાતના ભુલાવી છે;
-મોહનભાઈ આનંદ