શિલ્પીના ઘા ખમી પથ્થરો
પણ જો ઈશ્વર થઈ ગયા,
ગયા મૂકી અંધારી રાતે પછી
દિવસો અવસર થઈ ગયા.
જળને પાણી બતાવે એવા
ઘણા છે આ જગતમાં,
સાગરની છાતીએ પગ મૂકી
કૈક ખેવટ સધ્ધર થઈ ગયા.
કવિ બનવું રેહવા દે યાદગાર
કયાંય ન મળે દામ યોગ્ય,
પડતી મૂકી કુંવારી ગજલ મે,
ને ટેરવા અધ્ધર થઈ ગયા.
#મેહુલ યાદગાર