Gujarati Quote in Thought by Tr. Mrs. Snehal Jani

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

2020ની મેચની જેમ આ 2020 વર્ષ ક્યારે પતી જવાનું ખબર પણ ન પડી. માર્ચથી ડિસેમ્બર ક્યારે આવી ગયો ખબર જ ન પડી! માર્ચના લોક ડાઉન પહેલાં બધાં જાણે એટલાં બધાં વ્યસ્ત હતાં કે એકબીજાને ફોન કરવાનું કે મેસેજ કરવાનું પણ ભૂલી જતાં હતાં. ત્યાં સુધી કે ઘરમાં રહેલા લોકો સાથે પણ માત્ર ખપ પુરતી જ વાત થતી હતી. એકબીજાને સરખી રીતે ઓળખવાનો કોઈએ પ્રયત્ન જ કર્યો ન હતો.
લોક ડાઉન દરમિયાન બધાં ઘરે રહ્યાં. એકબીજાને ઓળખ્યા. ક્યાંક સંબંધો બગડ્યા તો ક્યાંક મજબૂત બન્યાં. ઘરમાં રહીને બધાએ એકબીજાને ઓળખવાનો પુરતો પ્રયત્ન કર્યો. કેટલીક જગ્યાએ ઘરનાં પુરુષો સામે ઘરની વાસ્તવિક પરિસ્થિતી આવી. પત્ની અને માતા દ્વારા થતી ફરિયાદો કેટલી સાચી કેટલી ખોટી તેની ખબર પડી.
જેની નોકરી જતી રહી એમાંના કેટલાકે નિરાશ થઈને જીવન ટૂંકાવ્યું, તો કેટલાકે પોતાની રાહ બદલી નાખી. કોઈ પણ જાતની શરમ રાખ્યા વગર જે કામ મળ્યું તે સ્વીકારી લીધું. કેટલાંક લોકો પાયમાલ થઈ ગયા તો કેટલાય લોકો પોતાનું કૌશલ્ય બતાવી માલામાલ થઈ ગયા.
હવે આ વર્ષ પતવાની તૈયારીમાં છે ત્યારે જે કોરોનાની રસીને લગતાં સમાચાર આવી રહ્યાં છે એ ખરેખર સાચા સાબિત થાય એ જ પ્રભુપ્રાર્થના.
ટૂંકમાં, આ વર્ષ અને કોરોનાએ એટલું શીખવ્યું કે કોઈ એક જ કૌશલ્યથી નહીં ચાલે વ્યક્તિએ પોતાની અંદર બહુવિધ પ્રતિભાઓ વિકસાવવી જ પડશે.
પણ હું આ વર્ષનો દિલથી આભાર માનીશ કારણ કે મને આ વર્ષે જે ફ્રી સમય મળ્યો એમાં મારી જાણ બહાર મારામાં રહેલી લેખન પ્રતિભા બતાવવાનો મોકો મળ્યો.
- સ્નેહલ જાની

Gujarati Thought by Tr. Mrs. Snehal Jani : 111622002
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now