રોકાઇ તું મન માંહી હું, ભારી જ રહે છે?
આભાર દઈ ભારને તું,ઉભારી જ રહે છે .
ભીતર માં ભરેલી છે ,પ્રકૃતિ રસમયી જોને,
દિલ માંહી સરસ, જોને ,ખુમારી જ રહે છે.
શાને કરી મન માની ,રહે દુઃખી તું નિશદિન,
તટસ્થપણે બુધ્ધિ , તર્કો સુધારી જ રહે છે.
બેહાલ બની આમ જો , હસ્તી જ પોતાની,
આત્માની હયાતિ માંહી ઉગારી જ રહે છે
પામીને અહીં ખોઇ છે, હસ્તી જ હસમુખી ,
આનંદની અનુભૂતિમાં જો પુકારી જ રહે છે.
-મોહનભાઈ આનંદ