ભીતર ભરેલી ત્યાં સુધી ખામોશી છે,
જો તું સુરાહી માંહી ક્યાં બાહોશી છે.
પીને તું જોઈ લે ,જરા ઘૂંટડો ભરી,
મૈખાનુ ખૂદને , સમજી મદહોશી છે.
લપશે છે ક્યાં જો લપસણી જેવો તું'યે
હા જીંદગી ને ક્યાંક, તો ફંફોસી છે
જો કેફિયત માંહી , કેવી આંખો તગી ,
જાતે જ વ્હોરી જીવે ,ત્યાં બેહોશી છે
ખુદ વીંટી આપે, ધાગો રેશમનો કીડો,
કર્મોની સમજણ કઠણ ત્યાં સંતોષી છે
ઝગમગ જૂઓને જીવ થ્યો છે જુગનૂ એ
આનંદ મય અજવાળું , ક્યાં કમજોરી છે
-મોહનભાઈ આનંદ