દાસી જીવણની વાણી
🎻🎻🎻🎻🎻🎻
એવા દોરંગા ભેળાં નવ બેસીએ એમાં પત પોતાની જાય રે,હા હા હા
એ જી ઘડીકમાં રંગ ચડે ને ઘડીકમાં રંગ ઉતરે જી રે,એ જી એતો ઘડીકમાં વૈરાગી બની જાય રે,હા હા હા,દોરંગા ભેળાં,
એ જી ઘડીકમાં ગુરુ ને ઘડીકમાં ચેલકો જી રે,
એ જી એતો ઘડીકમાં પીર થઈ ને પુજાય રે હા હા હા
,દોરંગા ભેળાં,
એ જી એવા કામી ક્રોધી ને લોભી લાલચુ જી રે,
એ જી એતો પારકાં દુઃખે કોઇદી નવ દુભાય રે હા હા હા,દોરંગા ભેળાં,
એ જી ગુરુ ને પ્રતાપે દાસી જીવણ બોલ્યા જી રે,એ જી એ દોરંગા નક્કી ચોર્યાસી માં લઇ જાય રે હા હા હા,દોરંગા ભેળાં નવ બેસીએ,
🍒🌵🍒🌵🍒🌵
સતગુરુ ચરણમાં વંદન
👣👏👣👏👣👏
💐💐સાખી💐💐
કામી તરે ક્રોધી તરે લોભી કી ગત હોય,
કબીર કહે એક સલીલ નર તરતા દીઠા ન કોઈ
🙏🧎🏻🙏🧎🏻🙏🧎🏻