હરતાં ને ફરતાં હરિ સમરી લે,
તારું શું બેસે છે નાણું?
સંતો, શું બેસે છે નાણું?
સમી સાંજનો સૂઇ રહ્યો છો
હમણાં વાશે વાણું.—ભૂલ્યા….
માથે આવ્યું ઇ તો નહિ મેલે,
જેમ ઘૂંઘટમાં ઘેરાણું,
સંતો, ઘૂંઘટમાં ઘેરાણું,
ઓચિંતાના જમ આવશે
તારું પડ્યું રે’શે પરિયાણું.—ભૂલ્યા…..
ભર્યું ભરાય નહિ, ઠાલે ઠાલું,
માયા છે મોટું માણું,
સંતો, માયા છે મોટું માણું,
બળી
બળીને ઓલાઇ જાશે
જેમ સગડી માંયલું છાણું—ભૂલ્યા….
દીધા વિનાતમે ક્યાંથી પામશો ?
એ વાત હું જાણું,
સંતો, એ વાત હું જાણું,
કહે કાનપરી આંહીં ન સમજો
તો પરે નથી ઠેકાણું.—
ભૂલ્યા તમે શીદ ભમો છો રે,
જાય હરિભજ્યાનું ટાણું.
જય ગુરુ મહારાજ 🌹👏🏻
સબકા મગન મંગલ હો 🌷👏🏻