Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આવ્યો રે અવસર તેને ……

આવ્યો રે અવસર તેને ઓળખો, તજી કપટ તમામજી ;
અખંડ અજાચી પદ પામવા, જાજા કરોને જતનજી …આવ્યો..

પૂરવ પુણ્ય પ્રતાપથી , ઈશ્વરે આપ્યું આ તનજી;
હીરો દીધો છે તારા હાથમાં, મૂરખ જાણજે મનજી ….આવ્યો ..

માયાતણી મધ લાળમાં, ભટક્યો ભુવનો ભુવનજી;
માથે નગારા વાગે મોતના , માન મારું વચનજી …..આવ્યો..

અંત સમયે કોઈ આવે નહિ, વહાલા વિત કે વતનજી;
ધરમ આવે દોડી ઢુંકડું , કાંતો ભક્તિ ભજનજી ..આવ્યો..

માટે કહું છું તે માનજો, સત્ય જાણજો સુજાનજી ;
સુખરામ કહે છેલ્લી વાત છે,કરજો લાલથી લગનજી…આવ્યો..

🌹જય ગુરુ મહારાજ 🌹
સબકા મગન મંગલ હો 🌸👏🏻
🌻🌻🌻🌻🌻🌻🌻

Gujarati Religious by બાબા સત્સંગી : 111621682
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now