દૂરી તો આટલી જ હોય, કહીએ કેવી રીતે,
મળે જમીન ને આસમાન, કહીએ કેવી રીતે.
દેખાય તો છે જ,ગળે મળીને ભેટતા દિલથી,
હોય ચુભતુ કોઈ અપમાન, કહીએ કેવી રીતે.
છૂપી નજર માં છે , નિગાહ એ કરમ એમનું,
રૂહાનિયત એવા સન્માન ને ,કહીએ કેવી રીતે.
ઉલ્ફત રંગીલીનું બજાર હોય છે ગરમાગરમ,
હાલે દિલમાં છૂપો ગુમાન , કહીએ કેવી રીતે.
શબ્દ થકી બયાન થાય છે ક્યાં , હુનર હકીકી
આનંદ ખજાનો દિલોજાન , કહીએ કેવી રીતે.
-મોહનભાઈ આનંદ