જીંદગી ના ઉજ્જડ ખેતર માં મોંઘા સ્વપ્નો લણવા બેઠો,
દુઃખો પારાવાર છે તે છતાં અભ્ણ હું સુખ ભણવા બેઠો,
કાચો પાકો હતો હું તડકા થી જબક્યો ને જાત ઘડવા બેઠો,
અંગતો એ ઘા માર્યા તા ભૂતકાળે યાદ કરી આજ રડવા બેઠો,
કરમાયેલા ચહેરા થી અળગા થવાના ઘણા બહાના છે હજુ,
બે ટેરવા માં તારો સ્પર્શ હજુ છે હું હૈયે તને જડવા બેઠો,
તે કિધૂતું કબર સુધી સંગાથ છે લે આ ખાંભી ખોડવા બેઠો !
-mehul solanki