જીવ છે ત્યાં ,જય શ્રીકૃષ્ણ,
જપમાળા માં મન,ગુંજે કૃષ્ણ;
હરિ સ્મરણ, બહાના હજારો,
પળ એક માળાજી ગુંજે કૃષ્ણ;
વૈષ્ણવ જન રાધાજી ને વ્હાલા,
ભાવ થી ભક્તિ કુંજે છે કૃષ્ણ;
દેખાડો દિલ છોડી જ થઇ દિલ,
શ્વાસમાં જ સોહં , ગુંજે કૃષ્ણ;
સંજીવની બૂટી , જીવન ધારણ,
મન મોહન મોહિત, ગુંજે કૃષ્ણ;
-મોહનભાઈ આનંદ