તરંગી છું , તરંગો માં , રહેવા દો મને,
નહીં ઝાઝું છે જીવન એ સહેવા દો મને;
હા તૃષ્ણાનો અહીં ઉદ્ગમ ફુલ્યો ફાલ્યો છે ને,
પછી ખડકીને સંસ્કારો ટેવાવા દો મને;
અતૃપ્તિ છે ,પ્રયાસો બાદ પણ હાવી બને,
હવે જીવનને શૂન્યો માં, ઠહેરવા દો મને;
ટુટી જાશે બધું આકર્ષણ ખેંચી તાણી ને,
હવે દર્પણમાં જીવું છું, ત્યાં રે'વા દો મને;
તમે આનંદમયી હસ્તી, ને જાણી લો જરા,
ત્યાં પ્રત્યાહાર માં થોડું , કહેવા દો મને;
-મોહનભાઈ આનંદ