ખંજરી વાગી રે અહો ઘટ માય
🔴🔴🔴🔴🔴🔴🔴
તાર મે એક તાર,મિલત હે જરંમજરા
ઓર શિખર પર લેર લાગી,એક લર્ંમલરા
શીંગી વાગી શુંનમા ને,વીણાનાદ સુણાય
નોબત વાગી નામની,ત્યા ઝાલરિનો ઝણ્કાર
ખંજરી વાગી રે,અહો ઘટ માય...
સુઇ રહ્યો સારી રેન,જુંગતરિ જ્યોત બુઝાય
ઉંઘ વસે ઘટમાય,નિદર તુને કન્હાસે આય
મુવા ઉંઘને મારી નહિ,શું રહ્યો છું ગભરાય?
ઉંઘત ઉંઘત ઉંઘી રહ્યો,તારુ કામ ન સુધર્યું કાઇ
ખંજરી...
જાગ્યા વિનાનો જીવ,પદવિ કયું કરી પાવે
મળયો મનુષ્ય અવતાર,અંતે અલોપ મે જાવે
ગગન મન્ડળ કી ભિતરે,ભરી છે હિરલા ખાણ
માયાની મોહ જાળમા તું,મુરખ રિયો લલચાય
ખંજરી..
કરો બ્રહ્માંડની વાત,બ્રહ્માંડમા કોનસા વાસા
અંતર ખડકી ખોલ,નિરંતર નિરભે કર નિવાસા
શામદાસ કહૅ કૌઇ સંત વિવેકી,વણજ કરે વેપાર
રાજ દાસની વિનંતિ,તમે સદગુરુ રહેજો સંગાથ
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻