સીધા સાદા જૂઓ, અસરદાર હોય છે ,
ક્યાંક ગુનેગારોના પણ સરદાર હોય છે
સમય કાલે થાય ખોટો ખરો બની શકે,
નેક દિલ કોઈક વાર ,પલટવાર હોય છે?
શબનમી બૂંદો ઓઝલ થઇ જાય નિશ્ચિત
સૂરજ વાયદો ઘણો જ ધારદાર હોય છે?
મોજ માણતા મિલને,આનંદ વ્યાપ્ત હોવું,
રૂસણ માં ફાયદો પણ ઇમાનદાર હોય છે?
ચાંદ સિતારા હરદમ, લહેરાતા રહેવાના,
ગ્રહણ તણો કાયદો, અસરદાર હોય છે?
-મોહનભાઈ આનંદ