આધીનતા
✍🏻 દાસી જીવણસાહેબ
🪕🪕🪕🪕🪕🪕🪕
જૌ જૌ રે આ જુગતની રેણી.
કેસે આધીનતા આવે
કપટ ભ્રમણા તમે દુર કરો તો.
તારી દેયુ મે રામ દિખાવે રે...
આધિન હૌય તો આવે ગરીબી.
મનકા ગુમાન મિટાવે.
નિરભે પદના કરો નિવેડા ત્યારે.
અનભે પદ ઓળખાવે રે...
આધિન હૌય તો ગુરુ જ્ઞાન બતાવે.
સેવક હૌય તો સુખ પાવે.
આધિન હૌય તો રેવે સત પર.
મોટા મહીપતિ શીશ નમાવે.
આધિન નોતા રાજા રાવણ અહંકારી.
દુર્જોધન બહુત દુખ પાયા.
આધિન હતા રાજા ધ્રુવ ને અમરિસ.
એને ઠીક કરી ને ઠેરાયા.
ગજદાન દેવે ભલે ભુમિ દાન દેવે.
કંચન મોલ લુટાવે.
કાસી ક્ષેત્રમા જય ક્ન્યાદાન દેવે.
ઇ તો આધીન્તા ના તોલે ના'વે.
કાળો કહૅ છે શુ છે આધિનતા.
ક્યારે આધીન્તા કહાવે.
દાસી જીવણ સંતો ભીમ કેરે ચરણે.
અનુભવિયા ને ભોગ્ય આવે રે...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻