Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મહાત્મા મૂળદાસ...( ૩ )
🥀🥀🥀🥀🥀🥀🥀

મૂળા ને પરચો ને પરિવર્તન
********************
મૂળો મજૂરી કરે જમે ભજન કરે

એક વખત બપોરે ખેતરમાં બધા સાથીઓ જમવા ભેગા થયા ભગત નહાવા ગયા સાથીઓ એ મશ્કરી કરવા તેના ઠામ માંથી સુખડી લઈ લીધી ને ધૂળના ઢેફા મૂકી દીધા.

મૂળો નાહીને આવ્યો ભગવાનનું નામ લઈ પોટલું ખોલ્યું બધા ના મુખ પર હાસ્ય હતું મૂળા એ તો બટકા લઈ મોઢામાં મુકવા મનડ્યા સાથીઓ હસવાને બદલે ચોંકી ઉઠ્યા કહે : " ભગત માટીના ઢેફા ખાઓ છો ?"

" માટી ક્યાં છે ? આતો સુખડી છે " સૌ એ જોઈ ઝાંખા પડી ગયા પોતે કરેલ હરકત જણાવી ક્ષમા માંગી

થોડો સમય વિચારી મૂળો બોલ્યો : " ભાઈઓ,રામ રામ હવે હું જાઉં છું "

" ભગત માફ કરો અમારો ઈરાદો તમારું બૂરું કરવાનો ન હતો ફક્ત રમૂજ ખાતર મશ્કરી કરી હતી "

" તમે બૂરું નહિ સારું જ કર્યું છે મને સત્યનું ભાન કરાવ્યું છે ઈશ્વર જ મારું પોષણ કરી રહ્યો છે છતાં હું અભિમાની માની રહ્યો હતો કે હું મહેનત કરી મારું પોષણ કરું છું આ મારી ભ્રાન્તિ માંથી તમે મને જાગ્રત કર્યો છે.હવે હું ખોટો બોજો માથા પર લઈને શીદ ને ફરું ? "

આમ બોલી ભગત ત્યાંથી જંગલમાં ચાલ્યા ગયા જનગલ માં ઝૂંપડી બાંધી રહેવા લાગ્યા અને થોડા વખતમાં મૂળા ભગત મહાત્મા મૂળદાસ બની ગયા

✍🏻 શ્રી મ.લા.રાયચુરા

સંત ચરણમાં 👏🏻

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

Gujarati Religious by બાબા સત્સંગી : 111621016
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now