Forworded ઉમાશંકર જોષી
સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી...
મળી માતૃભાષા મને ગુજરાતી...
______________________
*‘ળ’ ન હોત તો ?*
‘ળ’ ન હોત તો ગોળ ગળ્યો ન હોત.
ને સઘળું સળવળતું ન હોત:
‘ળ’ ન હોત તો ફળિયે મળ્યા ન હોત,
ને કાળજે સોળ ન હોત ;
‘ળ’ ન હોત તો માળવે મળ્યા ન હોત ,
ને મેળે મેળાવડો ન હોત,
ને વાંસળીથી વ્યાકુળ ન હોત ;
‘ળ’ ન હોત તો કાગળ ઝળક્યાં ન હોત,
ને ઝાકળ ઝળહળ ન હોત ;
‘ળ’ ન હોત તો આંગળી ઝબોળાઈ ન હોત ;
ને જળ ખળખળ ન હોત.
*"ળ"*.....ગુજરાતી ભાષાના વિશિષ્ટ અક્ષર ના માન માં...👏🏽
ડો પ્રણવ વૈદ્ય
જો 'ળ' ન હોત તો....
ગમે તેવી ઘટના બને, મને ફાળ ન પડત
કોઈને ચોપડાવી ન શકત કારણ કે ગાળ ન હોત
ગંદું પાણી ઘરમાં ભરાત કારણ કે ખાળ ન હોત
દાંતીયાની જરૂર જ ન હોત, કારણ કે વાળ ન હોત
પક્ષીઓ થડ ઉપર બેસત કારણ કે ડાળ ન હોત
એકલું શાક ખાવું પડત કારણ કે દાળ ન હોત
ચાલતાં ચાલતાં તળાવમાં પડી જવાત કારણ કે પાળ ન હોત
સુંદર છોકરી જોઈને કંઇ ટપકત નહીં કારણ કે લાળ ન હોત
બધા સીધા મોટા જ જન્મત કારણ કે બાળ ન હોત