છે મતલબી દુનિયા જરા વિચારી જોજો.
સાવ સ્વાર્થી બન્યા જરા વિચારી જોજો.
દરેક બાબતમાં પોતાનું જ એ વિચારશે,
નમતે પલ્લે એ ગયા જરા વિચારી જોજો.
અવગુણ ગોતીને તમારા છાપરે મૂકશે,
લાભ ખાટશે એ જ્યાં જરા વિચારી જોજો.
નકલી ભાવ દેખાડીને છેતરી જશે એ,
કોઈ રંકના ભાવ પૂછ્યા જરા વિચારી જોજો.
સાવ તકલાદીને તકવાદી બુનિયાદ એની,
કાયમ ભેગા કોઈ રહ્યા જરા વિચારી જોજો.
ગુણગાન કરશે એનાં જ્યાંથી પામવાનું,
નથી ભાવ લેશ ત્યાં જરા વિચારી જોજો.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.