કેટલી મજા આવે જો વરસાદ પડે ને એમાં ખુલ્લા મને ભીંજાવાનો મોકો મળે..
આ બીઝી લાઈફમાંથી સુંદર પળ ચોરીને જીવી લેવાનો મેળ પડે..
નાનપણ ની યાદો ને તાજી કરવાનો ઈશારો મળે..
મિત્રો ની મસ્તી નો ખજાનો મળે..
ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ ની રીલ દોસ્તીમાંથી નીકળીને રીયલમાં દોસ્તી નિભાવવાની સમજણ મળે..
કોલેજ ના લેકચર અને એક્ઝામ થી બસ થોડો છુટકારો મળે..
યુવાની ના પ્રથમ પ્રેમ નો સથવારો મળે..
એ "કોઈક" ની સાથે સોનેરી સપના જોવાનો રંગબેરંગી નજારો મળે..
મોટા થઈને કાંઈક બનવું હશે તો બની જશું યારો, એટલીસ્ટ અત્યારે તો ખુલીને જીવી લેવાની તક મળે..
પેરેન્ટ્સ આપણને સમજી શકે એવું કંઈક સોલ્યુશન મળે..
બીજું તો હવે શું કહું યાર? આય વિશ જેને જે જોઈતું હોય એ એને વગર માંગે મળે..
~ રુચિતા ગાબાણી