નામની નામની નામની રે,
મને લગની લાગી ગુરુ નામની રે...
આપ સ્વરૂપે મે તો ગુરુને દીઠા,
હવે સુરતા થઇ ઠરી ઠામની રે - મને *
જ્યા દેખું ત્યાં ગુરુને દેખું,
હવે કુડી દ્રષ્ટિ નથી કામની રે - મને *
જપ તપ તીરથ મારાં મનની કલપના,
સબ ઘટ છાયા મારા રામની રે - મને *
દાસ દીપક કહે ગુરુના પ્રતાપે
હવે રહી નથી તાણાવાણી રે-મને *