માધવ સાહેબની વાણી.....
..................................
રામ નામ રણુકારા.
ભજ મન.રામ નામ રણુકારા.
નુરત સુરત સે ધ્યાન ધરો.
નીત ઉઠત રાગ ઓંકારા.
પકડ પાંચ તેરે હાથ ન આવે.
અખંડ ધૂન એકધારા.
ગુરુગમ જ્ઞાને ધરી જો ધ્યાને.
સુછમ નીંદ આહારા.
ખબર વિના ખાલી ક્યું ખોતા.
છસો એકવીસ હજાર.
નારદ શારદ શિવ સનકાદિક.
નિશદિન નામ ઉજિયારા.
પસુ પંછી સુરનર મુનિ દાનવ.
નામ થકી નિસતરા.
જોગ જગન ઑર જાપ.
તપ પૂજા તીરથ વ્રત અપાર.
સબ સાધન કા એહી સાર હે.
વેદ પુરાણ પોકારા.
ડગ મગ ડોર ડગે નહિ દિલકા.
એહિ પદ અપરંપારા..
વચન સાહેબ ગુરુગમસે.
માધવ દિલ બીચ દેખ દીકરા.
...................................
જય ગુરુ મહારાજ સાહેબ બંદગી..