અરે ગુરૂજીના વચન તણો વરસાદ
✍🏻 કરમશી બાપા.
ગુરુ : આનંદરામ
🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️
અરે ગુરૂજી ના વચન તણો વરસાદ,પથરા નવ ભીંજે રે
અનંત ધર્યા અવતાર,તોય આત્મા ન રીઝે રે...
ગુરૂજી ! કઠણ કળજુગ માય,સ્વપ્નામા નવ હોય સાચુ રે
એવા ખોટા ખોટા સમ ખાય,પણ સત્સંગ વિના કાચુ રે...
ગુરૂજી ! અંતર ઉંડા રે અપાર,અવિનાશીથી અળગા રે
પણ સમજે કૌઇ સંત સુજાણ,તે હેતે હરિને વળગ્યા રે...
ગુરૂજી ! શન્ખાસુર સમુદ્રની માય,મુળ સ્વરુપ મેલ્યુ રે
ખોટે ખોટુ દેહ અભિમાન,અંતરમા રહેવૂ રે...
ગુરૂજી ! પ્રગટ કર્યા પોકાર,એકેય ઉરમા નવ આણયા રે
એવા અનેક ધર્યા અવતાર,પરિબ્ર્ર્હ્મ નવ જાણ્યા રે...
ગુરૂજી ! મુળ મહેલ નિ માય,દ્રઢ આસન વાળયા રે
ઍવા અન્હદ અપરંપાર,ગુણપતિને નિહાળયા રે...
ગુરૂજી ! શીલ સંતોષની માંય,સુરતાઍ સાધ્યા રે
ગુરુ રે મોરારના બાણ,શુંન શિખરમા વાગ્યા રે...
ગુરૂજી ! હદ રે મેલી અનહદ માંય,વાજિંત્રો વાગ્યા રે
કરમશીને મળયા ગુરુ આનંદરામ,તેથી આત્મારામ જાગ્યા રે...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻