જીરે લાખા મન શુધ્ધ કરી ને હક્કે રે હાલે, રે,
કહેવા રે ન શીખો ખોટી કહેણી,
જીરે લાખા વાદ-વિવાદઃ રે નથી ગુરૂજી ના ઘર માં,
એવી પાળો-પાળો સાચી રહેણી. હાં,,,,
જીરે લાખા એક-રે-યોગ!
જેની બાર છેઃ ક્રિયા ઓ,
તમે ધ્યાન રે કરી ને એને ભાળો, હાં
જીરે લાખા આ રે વાણી ક્યાંય નથી કીધા જેવી,
આ જ્ઞાન રે હિમાલય ગાળો, હાં,,,
જીરે લાખા,
૧, પહેલી રે ક્રિયા ગુરુજી નું વચન છે રે,
૨, બીજી રે ક્રિયામાં તેને જાણો રે.
૩, જીરે લાખા ત્રીજી રે ક્રિયામાં તમે બ્રહ્મચર્ય ને પાળો, રે,
૪, ચોથી રે ક્રિયામાં અમી-રસ ચાખો, હાં.
૫, જીરે લાખા પાંચમી રે ક્રિયામાં તમે ઇન્દ્રિયો ને જીતો,રે,
૬, છઠ્ઠી રે ક્રિયામાં પવન થમભાવો રે,
૭, જીરે લાખા સાતમિ રે ક્રિયામાં મંન સ્થિર કરી ને સ્થાપો, હાં,
૮, આઠમો રે વાણી નો સંયમ પાળો, હાં,
૯, નવમિ રે ક્રિયામાં તમે સુરતા ને સાંધો, રે,
૧૦, દસમી રે ક્રિયામાં મૂળને બાંધો, હાં,
૧૧, જીરે લાખા અગિયારમી ક્રિયામાં ચાંદા-સૂરજ એક ઘેરે લાવો,રે,
૧૨, એવો બારમી રે ક્રિયામાં પ્રેમ જગાવો, હાં,
જીરે લાખા!
આવી રે ક્રિયાઓ મારા સદગુરુજી ના ઘર માં રે,
ફરી-ફરી ચોર્યાસી નહીં આવે,હાં,
જીરે લાખા શેલર્શી ની શિષ્યા સતી લોયણ બાઈ બોલિયાં, રે,
જન્મો-રે-જનમ નાં સંકટ ટાળો, હાં.
જય સદગુરૂ મહારાજ.
સાહેબ બંદગી
સાહેબ બંદગી
સાહેબ બંદગી