સદભાગી છે,જીંદગી માં ઝલક નારા,
ખુદ માંહી ખૂંદી ને ખુદ માં મલક નારા;
સરકી રહ્યા છે વહાણે, વખત માંહી,
જે કાળચક્રો ની ગતિ માં સરક નારા;
જાગીને જોતાં સફર અવધૂતિ માંહી,
રૂહાની જો કેફિયત માં ફરક નારા;
બેહદ રહી મસ્ત , જો ને મરકતા ત્યાં,
તરબતર જૂઓ સમાધી ગરક નારા;
આનંદે જીતી મિટાવે ભ્રમ બધા જો,
છોડી અહં, શાંતિ , માંહી અટક નારા;
-મોહનભાઈ આનંદ ખેલ