સમાગમ સંત નો રૅ...
✍🏻 પ્રિતમદાસ
🪕🪕🪕🪕🪕🪕🪕
સંત પારસ ચંદન ભાવના,કામધેનુ કલ્પવૃક્ષ સાર
પ્રેમ સમજાણો અંતર તણો,તારુ પારસ ત્રણ પ્રકાર
સમાગમ સંત નો રૅ..
એક પારસથી પારસ બને,એક પારસથી હૌય હેમ
એક પારસ લોહ કુંદન કરે,સો વસા એમનું એમ
સમાગમ...
એક ચંદનથી વીષ ઉતરે,એક ચંદને અગ્નિ ઓલાય
એક તલભાર જૌ તલ મા પડે,તેલ તાતુ કદી ન થાય
સમાગમ...
સો ગજ શીર મોતિ નવ નિપજે,સૌ નારી સતી નવ હૌય
સૌ સેના શુરવીર નવ જાણીયે,એવી જુગતિ વિચારી જોય
સમાગમ...
જ્ઞાનહિણા ગુરુ નવ કિજિયે,વંઝા ગાય સેવ્યે શું થાય ?
કહૅ *પ્રીતમ* બ્રહ્મવિદ્દ ભેટતા,ભવરોગ સમુળો જાય
સમાગમ....
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻