🙏🌹જય સતગુરૂ મહારાજ🌹🙏
હરીજન હંસા શુધ્ધ મને થી,
સંતો ભેળા ખેલજો...( ટેક)
પ્રથમ ગુરૂનાં ચરણ પુજતા,
પ્રેમ અંગમાં આવે,
સંશય મુળથી કાઢો,
ભય ભક્તિ માં નાવે..હરીજન હંસા...
વાળી વાંસના રહો નિરાંતે,
મનની દોડ મીટાવો,
નીર વિકલ્પ નિશાન પકડતા,
જનમ મરણ ભે જાવે..હરીજન હંસા.
હું મારા થી હાથ ઉઠાવે,
લગન નામ થી લાવે,
આપુ ત્યાગી જપે અજંપા,
તરત ભડાકો થાવે.હરીજન હંસા.
સતગુરૂ ચરણે દાસ સવો,
બીન રચના લવ લાવે,
અરધ ઉરધ નાં ઘાટમાં,
અમર જ્યોત જગાવે..હરીજન હંસા
🙏🌹જય સતગુરૂ મહારાજ🌹🙏