ના શોધ નગર નગર, હું તો ગામે છું;
દિલમાં જો, હું તો દિલના ધામે છું;
તારી નજર શોધે મને અહીં તહીં,
નજર ખોલીને જો હું તારી સામે છું;
ખાલી દિલનો દસ્તાવેજ શું કરવો,
જ્યારે, આખેઆખો તારા નામે છું;
જુદાઇ હોય કે હોય વેળા મિલનની,
હું તો પ્રેમના હર એક સરનામે છું;
મયખાનાની ફક્ત સુરાહીમાં જ નહીં,
હું તો ભરાયેલા હર એક જામે છું;
મર્યા પછી નહીં ભુલાય નામ "વિએમ"
હું તો આખા જગતની જબાને છું;