નજરે નજર નો હવાલો પામી લોને,
નૂરાની તરબતર સવાલો પામી લોને.
ખોવાઇ ના જો હયાતિ તારી અહિયાં
પ્રાકૃતિક માયિક ,લબાચો પામી લોને.
રોકાય છે કદમ અચરજ લાગે જોને,
ઉત્સાહી દિલ થી ,ધમાલો પામી લોને.
બાંધી તો બંધન નથી ગ્યું તમને કોઈ,
મુક્તિનો અનુભવ ,જવાબો પામી લોને.
ઝખમોની પરવાહ, ક્યાં કરવી હવે તો
આનંદ ભીતર , કમાલો પામી લોને.
-મોહનભાઈ આનંદ