Gujarati Quote in Poem by Manish Patel

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સમય જાતાં બધું સહેવા હૃદય ટેવાઈ જાયે છે,
ગમે તેવું દુ:ખી હો પણ જીવન જીવાઈ જાયે છે.

હૃદય આવેશમાં ક્યારેક ઉશ્કેરાઈ જાયે છે,
અને ના બોલવાનું પણ કદી બોલાઈ જાયે છે.

જીવન બદલે તો બદલે, પણ સંબંધોના રંગો નહીં બદલે,
હૃદય રંગાઈ જાયે છે તો બસ રંગાઈ જાયે છે.

નથી રહેતી સંસ્કાર અને સંબંધોનીવાતો કદી છાની,

હૃદય ગભરાય છે ત્યારે નયન ભીંજાઈ જાયે છે.

મુસીબતનાં દહાડા એ કસોટીનાં દહાડા છે,
છે પાણી કેટલું કોના મહીં જોવાઈ જાયે છે.

જીવન સારું જીગરની આહથી ફૂંકી દઉં .
મને મારા ઉપર ક્યારેક એવી ખાઈ જાયે છે....

Gujarati Poem by Manish Patel : 111619487
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now