#હંસલા_હાલો_રે_હવે ,
હંસલા હાલો રે હવે,
મોતીડા નહીં રે મળે
આ તો ઝાંઝવાના પાણી,
આશા જુઠી રે બંધાણી
મોતીડા નહીં રે મળે …
હંસલા હાલો રે.....
ધીમે ધીમે પ્રીતિ કેરો દીવડો પ્રગટાવ્યો
રામના રખોપા માંગી ઘૂંઘટે રે ઢાંક્યો
વાયરો વાયો રે ભેંકાર,
માથે મેહુલાનો માર
દીવડો નહીં રે બળે …
હંસલા હાલો રે.....
વે’લો રે મોડો રે મારો સાહ્યબો પધારે
કે’જો રે કે ચુંદડી લાશે રે ઓઢાડે
કાયા ભલે રે બળે,
માટી માટીને મળે
પ્રીતડી નહીં રે બળે …
હંસલા હાલો રે.....