Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દર મહિને પૈસા ઉધાર લેવા પડે છે તો કરો આ ઉપાય, નહિં થાય દેવું

આર્થિક સમસ્યા નડતી હોય ત્યારે મિત્ર કે અન્ય કોઈ વ્યક્તિ પાસેથી પૈસા લઈ કામ ચલાવી લેવામાં આવે છે. ઉધાર પૈસા લેવા સરળ હોય છે પરંતુ તેને પરત કરવામાં પણ તંગ આર્થિક સ્થિતિ સમસ્યા સર્જે છે. કરજ લેવું પડે તેની પાછળ મુખ્ય કારણ જ હોય છે કે વ્યક્તિની આર્થિક સ્થિતિ ખરાબ હોય. આવા સમયે પૈસા પરત કરવામાં પણ નાકે દમ આવી જાય છે. જો કે શાસ્ત્ર અનુસાર કેટલીક વાતોનું ધ્યાન રાખવામાં આવે તો પૈસાની લેતી-દેતીમાં સરળતા રહે છે અને ધીરે ધીરે આર્થિક સ્થિતિ પણ સુધરે છે જેથી કરજ લેવાની જરૂર રહેતી પણ નથી.
– પૈસા ઉધાર લેવા હોય તો બુધવારે લેવા અને તેને પરત મંગળવારે કરવા. આ ઉપરાંત મંગળવારે હનુમાન મંદિરમાં અથવા શંકર મંદિરમાં લાલ મસૂરની દાળ અર્પણ કરવી.

– જો ઘરમાં પૈસા ટકતાં જ ન હોય અને વારંવાર પૈસા ઉધાર લેવા પડતાં હોય તો ઘરના મુખ્ય દરવાજાની બંને તરફ લીલા રંગની ગણેશજીની મૂર્તિ અથવા છબી લગાવવી.
– દર બુધવારે ગણેશ સ્ત્રોતનો પાઠ કરવો અને ગાયને બાફેલા મગમાં ઘી ઉમેરીને ખવડાવવા. કરજમાંથી મુક્ત થવાનો રસ્તો સરળ થઈ જશે.
– ગળાડૂબ કરજમાં ફસાયેલા હોય ત્યારે લોટ અને ખાંડ મીક્ષ કરી અને કીડીને ખવડાવવું. આ કામ સવારે અને સાંજે કરવું જો રોજ શક્ય ન હોય તો અગિયારસ કે અન્ય શુભ તિથિઓ પર કરવાથી પણ લાભ થાય છે. થોડા જ સમયમાં કરજમાંથી મુક્તિ મળી જાય છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111618952
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now