લોકડાઉન ની છૂટ થતાં પિયર ગયેલી પત્ની એ પૂછ્યું-શું કરો છો આખો દિવસ ?
નિર્દોષ પતિ એ કહ્યું-
ધાબે સુતો હોય એટલે રોજ સવારે કિરણ જગાડે,
પછી નાહી ને અડધો કલાક પાર્થના,
ભગવતી સામે બેસી, હાથમાં ગીતા રાખી, જિંદગી માં મારી ભૂમિકા જોવું,
બાજુવાળા ની પ્રેરણા થી કસરત શીખું,
મન માં શ્રદ્ધા છે એટલે બે ટંક નું મળી જાય,
અને ભુખ્યો હોય તો કોઈની કૃપા- દ્રષ્ટિ મળી જાય,
અને તું ન હોય એટલે પાડોશી ની મમતા અને મહિમા દેખાય જ,
અને ક્યારેક તો બાજુવાળા ની ખુશ્બૂ થી ચાલે,
ક્યારેક રુચિ ન હોય તો ન પણ જમુ,
બપોરે બાજુની બિલ્ડીંગ ની છાયા માં બેઠો હોય,
પછી આખો દિવસ કલ્પના સાથે વિતાવું,
આજે તો અભિલાષા છે એટલે ટીવી જોઈશ,
ક્યારેક નાનપણ ની કવિતા વાગોળુ,
વરસાદ પડે તો બિન્દુ સાથે નાહુ,
ઝંખના તો છે પણ કેટલી પુરી થાય,
ફળિયામાં જે લતા છે, તેની મહેક-ફોરમ થી તાજગી મળે, પણ લતા ને જોવાની મજા જ અલગ છે,
ભગવાન ને કહું કોરોના સામે રક્ષા આપજે,
સાન્જે ફરી અડધો કલાક સંધ્યા-આરતી,
માંડમાડ દિવસ જાય ત્યારે રાતની ચાન્દની સાથે સૂવું,
ત્યાં સપના આવે.
બસ આવી રીતે દિવસ રાત જાય છે.
*પત્ની બીજે દિવસે પરત આવી.*