કલ્પનાની પાંખો ફૂટી ત્યાં ભરી જો ઉડાન છે,
લાગણી ના પૂર મસ્તાની જોને મનનું ધ્યાન છે.
હોય ઝાકળ ત્યાં ફૂલો પર યોગ સંયોગને તું જો
વાયરા છે વાસંતી ,જોને કળી માંહી મ્યાન છે.
મોજ મસ્તી માણી બેહદ કોઈ ખુશ ખુશાલ જો,
હાસ્ય છોળોને ઉડાવી દિલ ક્યાં કોઈ ભાન છે?
વેદનામાં ઘૂંટી અનુભૂતિ,શબ્દથી કેવી અતિત જો,
અશ્રુઓનુ જો વિરહ માંહી ગજબ તો ઉફાન છે.
હોય છે બે પળની દુનિયા મ્હેરબાની અહીં જુઓ,
કાળ માંહી કોળિયો આનંદ ક્યાં ટકે ગુમાન છે.
-મોહનભાઈ આનંદ