હુંફાળા આ હ્દયમાં ,જો આઘાત છે,
ને બેસમજી માં પોતે જૂઓ મ્હાત છે.
તુટી વિખરાય, સંબંધો સ્વાર્થી તણા,
જરા નમતાં નથી આ માનવ જાત છે.
જુએ જાણી બુઝી ને, આડું ને અવળું ,
મિલાવે ના નજર, સ્નેહી જો વાત છે.
છે રાગી ને , દેખાડો વિતરાગી તણો,
ત્યાં માયા રાત્રીમાં ક્યાં પ્રભાત છે.
બતાવી ને બહાનાં , મચકોડે ત્યાં મ્હોં ,
અપેક્ષા દર્પણ માં , કેવી રજુઆત છે.
-મોહનભાઈ આનંદ