તું નાનો હું મોટો,
એવો ખ્યાલ જગતનો ખોટો...
આ નાનો આ મોટો,
એવો મૂરખ કરતા ગોટો...
ખારા જળનો દરિયો ભરીયો,
મીઠાં જળનો લોટો...
તરસ્યાને તો દરિયાથીયે,
લોટો લાગે મોટો...
નાના છોડે મહેકી ઉઠે,
કેવો ગુલાબનો ગોટો...
ઊંચા ઊંચા ઝાડે તમને,
જડશે એનો જોટો....
તું નાનો હું મોટો,
એવો ખ્યાલ જગતનો ખોટો...
મન નાનું તે નાનો,
જેનું મન મોટું તે મોટો...