•••••○●□ સદગુરુ બોધ □●○•••••
***********************
સદગુરુ સમજાવે સાન માં
તું રહેજે સદા ભાઈ ભાન માં.....
ચાવી તને આપી છે કાન માં
તાળું પણ તારાં આ દેહે માં
ચાવી આપ ભાઈ તાળાં માં
મુક સ્મરણનુ તેલ તાળાં માં
પુરી કાયનાતને સમજ સાન માં
માહે પડયું મોતી,શોધ તું ભાન માં
સુખ,દુખ,વિરહને વહાલ છે તારાં માં
બધાંને માણ તું બધું છે તારાં ભલા માં
તારે બધું સમજવું પડશે તારાં માં
તારૂં કઈ નથી જગત આખાં માં
કયાંક અટક તો શ્રધ્ધા ધરજે મન માં
પ્રયત્ન તું કરજે,વિશ્વાસ મુકજે ગુરુ માં
આત્મવિશ્વાસ જાગશે તારાં માં
ત્યારે ભાળીશ કિરતાર તારાં માં
સદગુરુ સમજાવે સાન માં
તું રહેજે સદા ભાઈ ભાન માં......
******************