🌹સંત 🌹
*સંત પારસ ચંદન ભાવના,કામધેનુ કલ્પવૃક્ષ સાર*
*પ્રેમ સમજાણો અંતર તણો,તરૂ પારસ ત્રણ પ્રકાર*
*સમાગમ સંત નો રૅ*
પારસમણિ,ચંદન,કામધેનુ કૅ કલ્પવૃક્ષ આ ચારેય ઉપમા સંત માટે છે.જે જીવ ને બ્રહ્મ બનાવે છે,તે સંત જ પારસ છે ભડભડતા અગ્નિ સમાન ત્રિવિધિ ના તાપ ને બુઝાવનાર ચંદન પણ સંત જ છે.જે આપણી વૃત્તિના શુધ્ધભાવ કરે અને ભક્તિ થકી જે સર્વ મનોકામના પુરી કરે તે કામધેનુ પણ સંત છે.જે સંતના સમાગમ થી તેની છાયામા બેસી ઇચ્છીત ફળ પ્રાપ્ત કરી શકાય તે સંત પોતેજ કલ્પવૃક્ષ છે.માટે આ બધી ઉપમાઓ સંત ને છે
✍🏻 *પ્રિતમદાસ*
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻