Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અજમલ રાજા હરી ભક્તિ કરે.....હો ..જી

મીનળદે કહે રે સ્વામી અમે પુત્ર રે વીના...હો ..જી...૨

એવું મનડું અમારું જોને રે મુંજાય....

રંગીલા રાજા રણછોડ જી ને તમે વીનવો...
દયાળુ છે દિનોનાથ

અજમલ રાજા હરી ભક્તિ કરે.....

ઉમંગ ભરી ને અજમલ ચાલીયા...

આવ્યા કાંઈ દ્વારીકા મોજાઈ

આવીને દેવળમાં ઉભા રહ્યા

જોવા લાગ્યા દેવળીયા ની માય..
અજમલ રાજા હરી ભક્તિ કરે.....

હું રે પુછું વીરા તને ગુગળી

ક્યાં છે મારો દ્વારીકા નો નાથ

ચરણે નમવું ચત્રભુજ ને....

વચન તમે સુણીં લ્યો મારા નાથ
અજમલ રાજા હરી ભક્તિ કરે.....

આવી સાંવ રે સોનાની વાલાની દ્વારીકા

પ્રભુ વસે સમુંદરીયા ની મોજાઈ

સામા રે ઇ મહેલ મારા નાથના

હીરલે જડયાં એના રે કમાંડ
અજમલ રાજા હરી ભક્તિ કરે......

અજમલ હાલીયાં પ્રભુજી ને ભેટવાં

દળવળ દીધી એણે જો ને દોટ

ચરણે નમ્યા ચત્રભુજ ને

વચન માગ્યું માજમ રાત
અજમલ રાજા હરી ભક્તિ કરે.....

અજમલ તે કેમ મને ઓળખ્યો

કોણે તને દીધા અમારા એંધાણ

અનાદુંના અવી ને મળ્યા

વચન હવે માંગી લ્યો અજમલ રાય....

વાંજીયા મેણા ભાંગો મારા માવજી

પોકરણગઢ લ્યો ને તમે અવતાર

ભાવટ ભાંગો તમે ભુદરા

વચન સુણી લો અજમલ રાય..
અજમલ રાજા હરી ભક્તિ કરે.....

પુનમે પોકરણગઢ અમે આવશું

પોઢશું પારણીયા ની મોજાઈ

કંકુ ના પગલા ના પાડશું

આવા હશે અમારા એંધાણ.....

કંકુ ના પગલે વાલો આવીયા.....

પોઢયા કાંઈ પારણીયા ની માય

સદગુરુ નો બાલકો ગુણલા નારણદાસ ગાય
અજમલ રાજા ભક્તિ કરે હો જી

Gujarati Religious by બાબા સત્સંગી : 111617453
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now