પથીક તુ ચેતજે, પથના સહારા પણ દગો દેશે,
ધરી ને રુપ મંઝીલ નુ ઉતારા પણ દગો દેશે,
હું મારા હાથ થી નઉકા ડુબાડી દેત મઝધારે,
ખબર જો હોત મુજ ને કે કીનારા પણ
દગો દેશે!
મને મઝબુર ના કરશો, નહી વિશ્વાસ હુ લાવુ,
અમારા અનુભવ છે, તમારા પણ દગો દેશે!
ઠરી જશે એ એમ માની ને નો મે ઠાર્યા,
ખબર નોતી કે આ તીખારા પણ દગો દેશે!
હુ જાણુ છુ છતા, નીસદીન લુટાવા જાવ છું નાઝીર,
શીકાયત ક્યા રહી કે આ લુટારા પણ
દગો દેશે!