બંધ પડેલી શાળાની વેદના.....😪😪😪😫😫
બંધ પડેલી શાળા મારી આંસુની નદીઓ વહાવે છે,
કે'દી દર્શન દેશે ભૂલકા મનમા મન અકળાવે છે.
મારા ખોળે રમતાં, ભણતા યાદ એમની ખૂબ આવે છે,
સ્મરણો થતાં તાજા એમના ખુદને મૂશળધાર રડાવે છે.
રોજ સવારે જોઈ એમને હૈયું ઘણું હરખાતુ'તું,
એમની મજાની યાદો મારા તનને ઘણું તડપાવે છે.
બારી,બારણાં,બેન્ચ, પાટલી,ચોકને ડસ્ટર અર્ધમૂવા છે,
વેદના ના સહેવાતા એ ખુદને ઉધઈ પાસે ખવરાવે છે.
કોરોના તારું નખ્ખોદ જાજો છીનવી લીધી મારી ખુશીઓ,
દુ:ખડાઓના પોટલા બાંધી એ ખુદને આહૂડે નવડાવે છે.
-"મોજીલો" માસ્તર ...