ઊભી છું મઝધારે હે પ્રભુ! તારી રાહમાં,
માંગવું છે બસ એટલું જ કે રહેજે મારા સાથમાં.
ભૂલી નહીં પડું ક્યાંય રાખજે એટલું ધ્યાન,
ભટકુ રાહ તો આવજે બતાવવા રાહ.
એટલું ધ્યાન રાખજો કે દુભાય નહીં કોઈનું ય મન,
સુખ હોય કે દુઃખ ક્યારેય તને ભૂલું નહીં.
હે પ્રભુ! તારી રાહમાં ઊભી છું, નજર સમક્ષ રાખજે.
- સ્નેહલ જાની