આજે પહેલીવાર તારી રજા વગર હું જાઉ છું,
જો તને કહીને જઈશ તો તું જવા નહીંદે એટલેજ મૂંગા મોંઢે જાઉ છું,
કોઈ દિલ દુખાવે તારુંતો યાદ કરજે મને હું દોડીને આવીજઈશ, પણ અત્યારે હું જાઉ છું,
તારું ધ્યાન હવે તું ખુદ રાખજે તું જમ્યો કે નહીં દવા લીધી કે નહીં, આજે પૂછ્યા વગર હું જાઉ છું,
ન સમજતો ક્યારેય બેવફા મને ના છૂટકે કાળજુ કઠણ કરીને હું જાઉ છું. meghu