જોઈ'તી તને જ્યારે મેં પહેલી વાર;
જાગ્યાં'તાં દિલમાં અરમાન અપાર;
ના દેખતો જો એક દીન તારું મુખ;
ના આવતી નિંદર, ન લાગતી ભુખ;
ના આવતી શાળા તું એક પણ દિન;
દિલ પણ થઈ જાતું'તું મારું બેચેન;
મારતો હું તારા ગલ્લીના આંટાફેરા;
કેટલી સુખદ હતી એ સમયની વેળા;
તું નિકળતી'તી જ્યારે ઘરની બહાર;
હું તો આવતો બસ તારી જ પાછળ;
તું જોતી'તી શરમાઈ ને જરા પલટીને;
દિલ ચુકી જાતું હતું ધડકન, ધડકીને;
પુરો થયો અભ્યાસ ને સાથ છુટયા;
હું જ જાણું કેમ આ દિવસો વિત્યા;
તું તો હશે ખુશહાલ તારા જીવનમાં;
હું તો થયો બેહાલ તારા જ વિરહમાં;
હવે જીવનની છે બસ એક મહેચ્છા;
તને મળવાની મારી અંતિમ છે ઈચ્છા;