Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મન ને !
✍🏻 કેશવલાલ ધોળકિયા
🌻🌻🌻🌻🌻🌻🌻

ઓ મન ! મારા લાડકવાયા મન !
તારુ કેમ કરુ જતન ?

લક્ષ્ય વિના ભટકે નિશદીન તું,ચંચળ તારુ વતન
રમતિયાળ ને છટકેલુ તું,સ્થિર નહિ આશન...

તર્ક તરંગી ભેદ ભરેલુ,સ્વચ્છંદ તુજ વર્તન
અદ્ભુત વેગી અટકચાળુ,તુજ મર્કટ સમ છે તન...

છોડ મસ્ત છોકરવાદી તું,સાંભળ શ્રેષ્ઠ વચન
યોગ સમાધિમા સ્થીત થય જા,રહેશે પુર્ણ પ્રસન્ન...

વિષય ચક્ર પર ચડતા તારુ,થાશૅ અધ:પતન
પ્રભુ સ્મરણમા લીન બની જા,મન ! તું થા પાવન...

મનુષ જન્મની તક અનુપમ આ,કરી લે આત્મ જતન
સોનેરી સંકલ્પ કરી દ્રઢ,અમર થઈ જા મન...

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

Gujarati Religious by બાબા સત્સંગી : 111616534
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now