બહુ મોટો શાયર નહીં પણ,
નાનો અમથો એક કવિ છું હું;
એક અંધીયારી રાત પછી,
પ્રભાતે ઊગતો રવિ છું હું;
રંગ ભરો જો મનગમતા તો,
એક ખૂબસૂરત છબી છું હું;
માનો તો હું છું તમારો જ,
નહીંતર એક અજનબી છું હું
અનાઆદર સામે આદર આપું,
બાકી તો,
બધા કહે છે બેઅદબી છું હું;
મારી વાત જો ગમે તમને તો,
ખુદાનો મોકલેલો નબી છું હું;