Gujarati Quote in Blog by Ansh Rathore

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શામળા ના દુહા
કૃષ્ણચરિત્રના દુહા

કવી :- ગઢવી શ્રી પાલરવભા દેવાણંદભા પાલિયા
( લાલકા )

( 01 ) ગાતા આવે ગ્રાંધવ, સાધુ જેને સમરાથ,
વીસ ધજાળું વિમાન, સામુ મેલે શામળા...

( 02 ) ધણી સૂતો નઇ ઢોલિયે,પંડયની પથારીએ,
કુબજાને કુબે કાંઉ, સખ વાહયા શામળા...

( 03 ) પગ બટુકી, ટૂંકી નળી, લમણે ઝાઝી લીખ ;
એથી તો ભલા ઉધરા, ભવો માગીએ ભીખ...

( 04 ) ભલી હોય ભંગડી, સરાયે ઇથી સરદાર ;
કાળીશે કીરતાર, સાપેય સુંઘે નઇ શામળા...

( 05 ) કાળીને પરણે કમળ ! વરવી ને ટૂંકા વાળ ;
( તું ) ખરો ખેતરપાળ, સાચું ભણું છું શામળા...

( 06 ) પદમણ રાધા પરવરી, કુબજા વશ થયો કાન ;
ભૂલી ગયો ભગવાન, સંબંધ રાધાનો શામળા...

( 07 ) મથુરાં જઇ તું માલતો, કેતાય વૈભવ કાન ;
( અને ) ભૂલી ગ્યો ભગવાન, સંબંધ માસીનો શામળા..

( 08 ) મથુરાં જઇને મા'લતાં, કુબજા વશ થયો કાન,
( વળી ) ભૂલી ગ્યો ભગવાન, સંબંધ મામાનો શામળા...

( 09 ) પારથ ને ભીષમપિતા, જૂટયા બે જબરાણ ;
( ત્યારે ) ભૂલી ગ્યો ભગવાન, સત નિજ વચન શામળા...

( 10 ) મારા ગુના, માધવા ! જા ભૂલી જદુરાણ ;
( તો ) ભૂલકણો ભગવાન, સાચુકલો તું શામળા...

( 11 ) સોળ સેં ગોપી સામટી, ( તોય ) બ્રહ્મચારી ભણાય ;
( વળી ) ગોપીનાથ ગણાય, ( એનું ) શું કારણ છે ? શામળા...

( 12 ) ભાગેડૂ તું ભૂધરા, લૂંટારો તું લખવાર ;
( તો'ય ) કેવો પડે કિરતાર, શું કારણથી ? શામળા...

( 13 ) ધાગા સાટે ધૂપતીને
( તેં ) સાવટ પૂર્યા ચીર ;
( એવો ) વેવારૂ છો વીર, સાચો શેઠ તું શામળા...

( 14 ) ( મારી ) અંતવેળાએ એંકલો, નટવર આવીશ ના ;
મોળી રાધા મા, સાથે લાવજે શામળા...

( 15 ) પ્યારા કાગળ પ્રેમનો, વાંચી તું વ્રજરાજ ;
આ અંતરઘટની આજ, સાંભળ્ય અરજી શામળા...

( 16 ) ગોકળીયું ગમતું નથી, જમના ખારી ઝેર ;
વાલા સાથે વેર, ( તેં ) સીદ કરાવ્યું શામળા...

( 17 ) ગોકુળમાં ગારા તણા, ઘર હતા ઘનશ્યામ ;
( હવે ) ધજબંધ સુવર્ણ ધામ, સાંપડયા તુંને શામળા...

( 18 ) મેડી, મંદીર અને માળીયા, બાગ ફૂલ બહાર ;
મળતાં વેત મોરાર, ( તું ) છૂપયો અમથી શામળા...

( 19 ) ના આવી બાવા નંદની, મોબત તને મોઢાની ;
( આ ) લોભેય લોઢાની, છાતી કીધી તે શામળા...

( 20 ) ગોપ તળાવે ગોપીયું, ભેળીયું થયું ભગવાન ;
સી ( ચી ) ર હરેન શામ, સંતાઇ જાતો શામળા... 1/2

Gujarati Blog by Ansh Rathore : 111616032
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now