અભિસાર નથી અભિશ્રાપ
ભાંગી ભ્રમણા સંકેલી, હાલ રે ! તીર નથી નિશાન, થોડા ફદીયા થકી કંઈ, જગ જીતાય નહિ આશાન,
રે જુવાન ! થોડો પ્રહર છે બાકી હાલી જાશે રે ત્રીજો, તોખાર તજી બોલ જરા વાચાળ જિહ્વા મૂલ બીજો;
જીહવા થકી રાત્રી જોઈ ને ચુકી ગઈ આજ દિશા, દિલ ના આવેગે ઉભરા! ના સમજાય આજ મીમાંશા,
રાત પણ રોકાઈ,વાત પણ રોકાઈ ને આભ ખાલી, ચક્ષુ ઓ લાગી છે કામે , ગહેરાઈ માપી બને કાલી;
હાલ બદલી ગયા, હવાલ ફેરવાઈ ગયા , છે બધું !! નથી પગ માં નુર કે નથી જોશ , લાગે બધું ઊંધું ,
જીણો પગરવ ને જીણી છે ગતિ, લગારેક નજીક ને, હાથ લંબાયા કે છે, આ અકળ ગત બન ન્યારી કને
હૈયું તો હાથ વગુ તપાસ કરી કે, તન ને દુરસ્ત વળી ખ્યાલ, થંભી ગઈ એ વણઝાર, ગાત્રો થયા ચુસ્ત,
હેમથી હામ બિડાય છે, હામ ને જ ભરખી, નથી કોઈ નીચોડ,નથી હિસાબ ઉર ની આછી પાતળી લેરખી;
આધારની આજ્ઞાઓ અવગણી,અંતર રૂડું કપાય, ઓછાયા જેમ વેલી થડ ને વળગે અંતરાય માં લેખાય,
આહ! તૃપ્તિ કેરો , અણસાર કેવો કે ભરમાન કેવું ! શ્વાસો નો પમરાટ ને ખચીન્ત, વીણા ગાન સુની જેવું;
આંખો ઘેલી બને માપી પરિમાપ , નેણો સુને વજ્ર નો પાત વ્યાકુળ નજરો પામી તૃપ્ત દોડી હીમપાત,
ફૂલડાં વેરાય વિરમે સોડમ પાંગરી પારીજાત, ઉષા બની બહાવરી રંગ પૂરી વધાવે રૂડું અદકેરું મિલન, 2/2