મનોહર દાસ રચીત પદ...
......................................
અજ્ઞાની નર એવા જે
અંધશ્રદ્ધા મા અથડાય છે.
જ્ઞાની નર તો ગમ વિના.
એના અહંકારમાં અકળાય છે.
સાચા સદગુરુ સંત મળે
ત્યારે નર નારી મટી જાય છે.
સત્ય સ્વરૂપનું ભાન થતાં.
એની વાણીથી વર્તાય છે.
કહેવું કરવું બાદ થતા
એ રહેણી એ રહી જાય છે.
અનેક ઉપકાર કર્યા જેને.
એવા ગુરુના ગુણ ગાઈ છે.
ઘરડો ઘમંડ કામ નહીં આવે.
અહંકાર મોટી બલાય છે.
નદી ઝરણાં વહેતાં નિર.
એ નામ ચંચળ કહેવાય છે.
નામ રૂપ ગુણનો નાશ થતાં.
બધુ સમુદ્રમાં સમાઇ છે.
મનોહર સમુદ્રની લહેર તું.
અંતે સમુદ્રમા ભળી જાય છે.
........................................
જય ગુરુ મહારાજ..
સાહેબ બંદગી