સૂરજ ઘર સંઘરેલ, ચોરી જળ સાયર તણાં;
(પછી) અષાઢે ઓકેલ, કોઠે ન રયાં કાગડા...!
~ કાગ બાપુ
ચોરી એવી વસ્તુ છે કે કોઈના ઘરમાં જરતી નથી, હજમ થતી નથી, સૂર્ય પોતાનાં કિરણો વડે સમુદ્રનુ જળ, આઠ મહિના ચોર્યા કરે છે. પણ ચોમાસામાં અષાઢ મહિનામાં તે પાણી સૂર્યને ઓકી કાઢવું પડે છે.